- નોંધણી ફી ભરવાની આવશ્યકતા
- તમારા પ્રથમ શૈક્ષણિક વર્ષ માટે અમારી સાથે નોંધણી કરાવવા તમે ચૂકવો છો તે આ ફી છે. કેટલાક પ્રોગ્રામ માટે તે અમારી વેબસાઇટ પર દર્શાવ્યા મુજબ મોડ્યુલ/અભ્યાસક્રમ ફીમાં સામેલ હોઈ શકે છે.
- પરીક્ષા ફી
- પરીક્ષામાં બેસવા માટે અલગ ફી ચૂકવવાની રહે છે; આવી ફી વેબસાઇટ પર દર્શાવેલા અમારા ખર્ચમાં સામેલ નથી.
- બાહ્ય પ્રદાતાઓ દ્વારા વધારાના શિક્ષણ અને સહાય માટેની ફી
- જો તમારે બાહ્ય સંસ્થાઓ સાથે અભ્યાસ કરવો જરૂરી હોય અથવા તમે એવું પસંદ કરો, તો અલગ ફી ચૂકવવાની રહેશે.
- શૈક્ષણિક પ્રામાણિકતા
- જો તમે તમારું પોતાનું ન હોય તેવું કાર્ય રજૂ કર્યાનું જણાશે, તો ગંભીર પરિણામો આવી શકે છે, જેમાં યુનિવર્સિટીના એવોર્ડ માટેનાં ભાવિ મૂલ્યાંકનોમાંથી બાકાત રાખવાનો સમાવેશ થાય છે.
- યુનિવર્સિટીની ફી ન ભરવી
- જો પ્રોગ્રામ ફી પેટે તમારે અમને રકમ ચૂકવવાની બાકી હોય, તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે, જેમાં તમારા અભ્યાસની પ્રગતિ પર અસરનો સમાવેશ થાય છે.
- લાયકાતો, ભલામણપત્રો અને અન્ય દસ્તાવેજોના પુરાવા
- તમારી લાયકાતની માર્કશીટ્સ અને પ્રમાણપત્રો અરજીના ભાગ રૂપે રજૂ કરવાં જરૂરી છે. તે મૂળ દસ્તાવેજો તરીકે પ્રમાણિત થયેલાં હોવાં જોઈએ. કેટલાક પ્રોગ્રામ માટે અમને વધારાના દસ્તાવેજોની પણ જરૂર પડી શકે છે.